કોને જઈને કહું રે માડી, બીજા કોને જઈને કહું
જ્યાં જાણે છે બધું રે તું, તોય તને કહ્યા વિના નથી રહેવાતું
સહનશક્તિ ક્યારે જાગે ને તૂટે, નથી એ તો સમજાતું
કહી નાખું છું હું તો બધું રે તને, મજબૂર બનું છું જ્યાં હું
રાખી ના શકું મનમાં રે હું તો, આજ મનડું ખાલી કરું
જાગ્યું કેમ ને કેવી રીતે, ના કાંઈ એ તો હું જાણું
સાચું-ખોટું કાંઈ ના સમજું, સાચી એક તને તો માનું
જગમાં છે એક તું તો મારી, તને હું તો મારી ગણું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)