સાંકડી શેરીમાં ભીડ છે ઝાઝી, એકબીજા ત્યાં અથડાય
બન્યું છે મુશ્કેલ ત્યાં તો ચાલવું
નાની મારી બુદ્ધિ, વિચારો ઊભરાય, એકબીજા તો ટકરાય
બન્યું છે મુશ્કેલ હવે તો વિચારવું
નાના મારા હૈયામાં ભાવો ઊભરાય, એકબીજા તો ટકરાય
બન્યું છે મુશ્કેલ એને સંભાળવું
નાના મારા ચિત્તમાં ચિંતાઓ ઊભરાય, એક છૂટે બીજી ઊભી થાય
બન્યું છે મુશ્કેલ એને રે છોડવું
નાની મારી આંખને જોવું છે ઘણું, જોતાં ના થાકી જાય
એક જુએ બીજું ભૂલે, પ્રભુને જોવાનું રહી જાય
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)