તારા અંતરના કયા અંતરાયે, દીધું છે અટકાવી મિલન તો પ્રભુનું
છે ઉત્સુક તો મિલન કાજે સહુના તો, પ્રભુ મિલન તારું કેમ ના થયું
જાગી છે ખૂબ આશા મિલનની, તો હૈયે કાં આજે એ ઠેલાણી
શું પડ્યું છે ભાગ્યમાં રે કાણું, કે આળસ હૈયે રે સમાણી
કરી છે કોશિશ મિલન કાજે તો સહુએ, કોઈકને ભાગ્ય આ સાંપડ્યું
થયું મિલન એક વાર જ્યાં એનું, મિલન માયાનું ત્યાં તો અટક્યું
મિલન કાજે કોઈકે શીશ નમાવ્યું, કોઈએ તો હૈયું નમાવ્યું
કોઈએ મનડું નમાવ્યું, જેવું જેને જ્યારે તો જે ફળ્યું
કંઈકને જનમો વીત્યા, મિલન તોય રે ના થયું
આ જનમમાં કરી લેજે તારું મિલન, છે જન્મોથી જે અટક્યું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)