ઢોલ-નગારાં તો વાગ્યાં છે, લઈ હથિયાર તો તું રણમેદાને પડ
ઊભું છે તૈયાર સૈન્ય ત્યાં તો, એક નજર તારી તું એના પર કર
કોણ છે તારા, કોણ છે પરાયા, નજરમાં બધું આ તું ધર
ખોટા ખયાલો ને ખોટા વિચારો રે તારા, હૈયેથી એને દૂર કર
છે કોઈ ને કોઈ શક્તિ તો એની પાસે, ઓછો આંક એનો ના કર
એકચિત્ત થઈ જ્યાં સાચે છે એ ઊભી, કિંમત ઓછી એની ના કર
તારી શક્તિ કર તું તો ભેગી, ના એને છૂટી-છૂટી તું કર
છે જંગ તો આ તારી હાર-જીતનો, લક્ષ્યમાં સદા આ તું ધર
મળશે વિજય તો એક પક્ષને, વાત હૈયે સદા તું આ ધર
વિજયની તો હૈયે રાખીને આશ, વિજય તરફ તો તું કૂચ કર
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)