ઘણું બધું, ઘણું બધું કરો છો પ્રભુ અમારા માટે, શાને કરો છો તમે આટલું બધું
દીધું ઘણું ઘણું તમે, છીએ ઉપકારી તમારા અમે, ઉતારી શકીશ ક્યાંથી અમે આ બધું
લાગે અમને, તને કહી દીધું ઘણું ઘણું, રહી જાય છે બાકી કહેવું તને તો ઘણું ઘણું
કહીએ ભલે અમે, તું તો દે જે થોડું, તોયે દેતોને દેતો રહ્યો છે તું તો અમને બધું
છોડવા ચાહીએ અહંને જીવનમાં તો ઘણું ઘણું, રહ્યો છે વધતો જીવનમાં તો એ ઘણું ઘણું
દેવા ચાહે છે જ્યારે તું, કેમ તને ના પાડી શકું, દેતો રહેજે જીવનમાં અમને ઘણું ઘણું
ચાહું છું જીવનમાં સમજ્યા જીવનને વધુ, સમજી ના શકું જગમાં જીવનને તો વધુ
વીત્યા ના દિવસો જીવનમાં એવા તો વધુ, કહેવા ચાહું તને ઘણું ઘણું કહી ના શકું વધુ
દુઃખ દર્દ ના ચાહું જીવનમાં હું તો વધુ, તોયે ભાગ્ય દેતું રહ્યું, છે મને એ વધુને વધુ
ચાહતોને ચાહતો રહ્યો છું સફળતા જીવનમાં વધુને વધુ, મળતી રહી છે નિષ્ફળતા વધુને વધુ
નથી કાંઈ કહેવું તને તો પ્રભુ, હવે વધુને વધુ સમજી જાજે હવે આમાં તો તું બધું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)