નવ-નવ માસના ગર્ભવાસમાં, કઈ હથોડીએ કર્તાએ ઘડ્યા રે ઘાટ
ભર્યું કઈ રીતે રે જળ તો શ્રીફળમાં, કર તું જરા આ તો વિચાર
કયા આધારે રાખી આ ધરતીને ફરતી, ફરતી-ફરતી ના એ પડી જાય
રાખ્યા ફરતા અસંખ્ય તારા અવકાશમાં, કર તું જરા આ તો વિચાર
ભર્યાં અખૂટ જળ તો સાગરમાં, ધરતી ફરતા પણ ના એ તો ઢોળાય
રાખ્યા ઊભા પહાડ તો ઊંચા, ફરતી ધરતી પર, ના એ તો પડી જાય
રાખ્યો સૂર્યને તપતો સદા, ભરી અખંડ એમાં તો પ્રકાશ
કઈ ઝારીએ જળ વરસાવ્યું આ ધરતી પર, કર તું જરા આ તો વિચાર
મોકલ્યો છે તને તો આ જગમાં, કરશે એ તો તારી સંભાળ
રાખ્યું છે ધ્યાનમાં જગ બધું જગકર્તાએ, રાખ એમાં પૂર્ણ વિશ્વાસ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)