ચિત્ત ચોરીને મારું રે માડી, જઈશ તું ક્યાં, રે જઈશ તું ક્યાં
ચિત્ત ચોરીને તારું રે માડી, કરીશ વસૂલ હું તો એને માત
રહ્યું છે મુશ્કેલીથી પાસે જ્યાં, ચોર્યું તો એને તેં રે માત
ચોરીશ તારું ચિત્ત હું એવું રે માત, પડશે આવવું તારે મારી પાસ
હૈયાને મનાવી, બુદ્ધિને મનાવી, રાખ્યું હતું એને તો મારી પાસ
લીધું ચિત્ત ને હૈયું તેં ચોરી, નથી હવે બીજું તો મારી પાસ
નથી પાસે કોઈ શ્રદ્ધા, નથી મારી પાસે તો એવો વિશ્વાસ
હતું તો ચિત્ત ને હૈયું તો પાસે, લીધું છે ચોરી તેં તો આજ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)