રાખજે ના વટ તું ખોટા રે જગમાં, રાખજે ના વટ તું ખોટા
સમજાવટ જેવો નથી વટ રે, કોઈ સાચો તો આ જગમાં
બને ત્યાં તું પતાવટ તો કરજે, લાગશે વટ કામ આ તો સદા
કરજે જીવનમાં સદ્દગુણોની સજાવટ, મહેકાવશે જીવન તો આ વટ તો સદા
રાખજે ના મિલાવટ હૈયામાં રે તું, વટ છે જીવનમાં આ તો નકામા
બનજે ના નપાવટ તું જગમાં, છે વટ જીવનમાં આ તો બૂરા
થકાવટ તો વટ છે તો આકરો, રાખજે ના આ વટ તો જીવનમાં
કરે રુકાવટ જીવનમાં અહં કે લાલસા, હટાવજે આ વટને ત્યાં ને ત્યાં
દુશ્મનાવટ તો કરજે ના કોઈથી, નથી કાંઈ આ વટમાં તો ફાયદા
રાખજે રખાવટ તું પ્રભુ એવી, તારો આ વટ જ કામ ના લાગવાના
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)