નામ બોલ તું નામ બોલ, તું નામ ‘મા’ નું બોલ
છે સિદ્ધમા ભવાની દીનદયાળી, નામ એનું બોલ
નથી કાંઈ અઘરું, છે એ સહેલું, ભાવ હૈયામાં ઘોળ
ખોલીને હૈયું તારું, નામે-નામે આજ તું ડોલ
છે એ પરમકૃપાળી, સદા હિતકારી, નામ એનું બોલ
છોડીને ઝંઝટ જગના, નામે-નામે આજ તું ડોલ
છે એ જગકર્તા, મુક્તિની દાતા, નામ એનું બોલ
સોંપીને ચિંતા બધી રે તારી, નામે-નામે આજ તું ડોલ
છે નિકટ એ તારી, સદા રક્ષણકારી, નામ એનું બોલ
ભૂલીને ભાન તો તારું, નામે-નામે આજ તું ડોલ
છે નામ તો મંત્ર, છે નામ તો શસ્ત્ર, નામ એનું બોલ
છે દોલત એ તો બહુ મોટી, જગદોલત સાથે ના તોલ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)