અનુભવ ચાહું છું જીવનમાં તારો રે પ્રભુ, હરખે છે હૈયું તો તારા અનુભવનું રે બિંદુ
પડવા ના દઈશ ઝંખનાને હું ઝાંખી, પડશે રે પાવું ત્યારે મારે, પ્રભુ તારી ઝંખનાનું રે બિંદુ
રહેશે ઝંખના જ્યાં સુધી તાજીને તાજી, લાગશે તાજું ત્યાં સુધી એ અનુભવનું રે બિંદુ
તારશે ને તારશે, જનમોજનમ ને જીવનને રે પ્રભુ, તારશે તારું એ તો અનુભવનું રે બિંદુ
ફળદ્રુપતા વિનાના ખેતર જેવું છે રે જીવન, ફળદાયી બનાવશે રે સૌ તારા અનુભવનું બિંદુ
તને જાણવા ને સમજવાને પ્રભુ, પડશે રે, પીવું રે જીવનમાં તારું અનુભવનું રે બિંદુ
અનુભવ વિનાનો રહ્યો છું ફરતોને ફરતો, કરવા સ્થિર પાજે રે મને પ્રભુ, તારા અનુભવનું બિંદુ
નુકસાન ને નુકસાન થાતુંને થાતું રહ્યું જીવનમાં, પામ્યો ના જ્યાં તારા અનુભવનું બિંદુ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)