તર્કવિતર્કના તોડીને તાંતણા, લેજે સમજી સીમા તું બુદ્ધિની
ભાવોના ભાવોને લેજે તું ઓળખી, જોજે ના જાય તને એ તાણી
સંબંધે-સંબંધે હશે ભાવ તો જુદા, લેજે બરાબર એને રે માપી
દરેક ભાવને એક ત્રાજવે તોલવાની, કરતો ના તું મૂર્ખામી
તોલમાપ છે ભાવો-ભાવોના રે જુદા, લેજે માપને તો પહેચાની
કરશે ભૂલ જ્યાં તું આમાં, આવશે પાળી ત્યાં તો પસ્તાવાની
ભાવની ભૂમિકા ભાવો કરશે જ્યાં ઊભી, જાશે તર્કો એને રે તોડી
ભાવની ભૂમિકામાં જાજે સરકી, કરી તર્કોની ભૂમિકા તો પૂરી
તર્કની પાર વસે છે તો પ્રભુ, ભાવો તો જાશે ત્યાં પહોંચી
વ્યવહારમાં લેજે તર્ક અપનાવી, પ્રભુ પાસે તો દેજે એને છોડી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)