દેવા આવે પ્રભુ તો જ્યારે, પાત્ર ધોવા બેસો જો ત્યારે
પળ ત્યાં તો વીતી જાય છે, પળ ત્યાં તો વીતી જાય છે
કરી પ્રતીક્ષા ક્ષણની તૈયારી વિના, એ તો વીતી જાય છે
આવી ક્યારે, ગઈ એ ક્યારે, ના કદી એ તો સમજાય છે
જોવી રાહ હવે કૃપાની, કરવા યત્નો મનડું તો મૂંઝાય છે
મૂંઝાતું મનડું તો, પળ પકડવી તો ચૂકી જાય છે
પળ, આવવાની-જવાની, જગમાં ના કોઈના હાથમાં છે
કર્મની ભૂમિમાં, પળે-પળે કરવાં કર્મો, માનવના હાથમાં છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)