થવાશે પાસ તો માનવની પરીક્ષામાં રે, હજાર હાથવાળાની પરીક્ષા આકરી છે
ખબર તો પડે, પરીક્ષા માનવ લે, પરીક્ષા પ્રભુની તો ખબર પડતી નથી
માનવ લાભે-લોભે, પરીક્ષામાં ઘણી ભૂલો તો કરે છે
પરીક્ષા અલિપ્ત પ્રભુની છે સાચી, પણ બહુ કપરી તો છે
થઈએ પાસ માનવની પરીક્ષામાં, વધુમાં વધુ એ દાળ-રોટલો દે છે
થયા જ્યાં પાસ પ્રભુની પરીક્ષામાં, જીવન બંધન એ તોડાવે છે
માનવની પરીક્ષામાં, વિશ્વાસની જરૂરિયાત તો ઓછી પડે છે
પ્રભુની પરીક્ષામાં તો, વિશ્વાસની તો પહેલી જરૂર પડે છે
થયા જ્યાં પાર પરીક્ષામાંથી, પ્રભુ તો બધું એ સંભાળી લે છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)