આવ્યા જગમાં અમે એકલા, રહ્યા, થાતા મેળાપ તો અનેકના
અરે, હવે એકલતાના ડંખ તો હૈયે લાગી જાય છે
એકલતા તો ગઈ છે વીસરાઈ, અન્યની હાજરી હૈયું ઝંખી જાય છે
આવી જગમાં, મળ્યાં માત-પિતા, સગાં-સંબંધી, સાચાં એ લાગી જાય છે
મળ્યું ને મળતું રહ્યું જે-જે જગમાં, સાચું એને માની લેવાય છે
વિપરીત સંજોગે, કટુતાભર્યા સંબંધે, યાદ એકલતાની અપાવી જાય છે
રચ્યા-પચ્યા રહેતા આવ્યા એમાં, ભૂલવું મુશ્કેલ બની જાય છે
મન ને બુદ્ધિ સ્વીકારે રે જ્યાં, હૈયે ઠેસ એની લાગી જાય છે
એકલતા તો છે વાસ્તવિકતા, વાસ્તવિકતા તો વીસરાય છે
ભળશું પ્રભુમાં, છે એ એક તો જગમાં, ધીરે-ધીરે એ સમજાય છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)