જાગ્યો છે ઉમંગ ખૂબ હૈયે, ધરવું છે અનોખું ‘મા’ તો તને
ધરવું શું, ના ધરવું શું, જાગી છે વિમાસણ ખૂબ મારા હૈયે
નજર કરી, ફળફળાદિ-મેવા પર, ના અનોખુંપણું એમાં દીઠું
જરજમીન પર નજર કરી મેં, કસોટીમાં ઊણું એ તો ઊતર્યું
કરી નજર પુત્રપરિવાર પર, ઝલક અલગ અસ્તિત્વનું દીઠું
કરી નજર આખર મેં તો મુજ પર, ભાવોનું વિવિધ ઝૂમખું દીઠું
ના દીઠી શુદ્ધ બુદ્ધિ, ના મનડું પણ શુદ્ધ મારું રે દીઠું
વિચારોમાં મલિનતા દીઠી, હૈયામાં ઇચ્છાનું સંગ્રહસ્થાન દીઠું
મૂંઝારો ને મૂંઝારો ગયો રે વધતો, શું ધરવું એ તો ના સૂઝ્યું
આખર અનોખું અસ્તિત્વ મારું માડી, તારે ચરણે ધરી દીધું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)