કેમ હજી ના એ આવ્યા, કેમ હજી ના એ આવ્યા, કેમ હજી ના એ આવ્યા
નયના તલસે છે કરવા દર્શન એના, હૈયું તો જ્યાં તલસે છે કરવા દર્શન એના
વસે છે જ્યાં એ આસપાસ ને સહુમાં, તોયે કેમ ના હજી એ દોડી આવ્યા
નિરાકારને નિરાકારમાં વસ્યા એ સદા, સાકાર એથી એમાં શું ના એ બની શક્યા
હતી કોઈ શું મારા ભાવોમાં ખામી, કે હતા મારા હૈયાંમાં દુર્ભાવના ભંડાર ભર્યા ભર્યા
ભરી ભરીને ભર્યા હૈયાંમાં ભાવો, સાર્યા નયનોથી આંસુ, શું આંસુ એને ઓછા પડયા
ગયો હતો ભાન ભૂલી હું તો જગનું, મળી ગયા શું તાંતણા એમાંથી એને માયાના
મારા જેવા અનેકોની પુકાર સુણી, શું એમાં એ ના ક્યાંય પણ જઈ શક્યા
હતા શું એ જગના ખૂણે ખૂણે જઈને, શું એમાં એ તો થાકી ગયા હતા
કરજે ખામી દૂર હવે તું પ્રભુ મારામાંથી, જાજે વીસરી દોષ બધા તો તું મારા
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)