વખતના વાયરા, દેશે રુઝાવી ઘા એ તો તારા
અપાવી જાશે તોય, યાદ એની, નિશાની તો ઘાના
નથી કાંઈ રેતી જેવા એ તો, મિટાવે નિશાન ઘાના
પ્રતિકૂળતાના વાયરા જ્યાં વાસે, થાશે વહેતા ઘાવ તાઝા
હશે ઘા પડ્યા ભલે ઊંડા, રહેશે દર્દ એના તો ઊંડા ને ઊંડા
પડતા રહે જીવન સંઘર્ષમાં, કોઈ ને કોઈ ઘા તો સદા
મને-કમને ભી પડ્યા છે ઘા જીવનમાં તો ઝીલવા
કોઈ ઘા જાશે જલદી રુઝાઈ, કોઈ તો રહે દૂઝતા ને દૂઝતા
ગણતાં થાકી જવાયે, સંખ્યા ઘણી છે, છે એ તો એટલા
ઘા દેખાશે તનના તો જલદી, ના દેખાશે જલદી તો મનના
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)