કોઈ ને કોઈ, કંઈક ને કંઈક, સહુને જગમાં વહાલું તો લાગે છે
સહુ-સહુને તો, સંતાન પોતાનાં, જગમાં પ્યારાં તો લાગે છે
વહાલસોઈ બેનડી તો, ભાઈનું વહાલભર્યું હેત તો માગે છે
નવોદિત નારી, પોતાના કંથનો, હૈયે પ્યાર તો ઝંખે છે
ભૂખ્યાને તો અન્ન રે, જગમાં વહાલું તો બહુ લાગે છે
જળના પ્યાસાને ઝંખના જળની જાગે, જળ બહુ વહાલું લાગે છે
લોભીને તો હરદમ જગમાં, પૈસા નજરમાં વહાલા ખૂબ લાગે છે
રણશિંગું ફૂંકાતાં શૂરવીરને તો, રણાંગણ વહાલું લાગે છે
થાક્યા-પાક્યા માનવીને તો, ઝાડની શીતળ છાયા વહાલી લાગે છે
માડી તને તો હું વહાલો લાગું, માડી મને તો તું વહાલી લાગે છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)