હતી નજરને તલાશ તો જેની, ઓળખ હૈયાને એની તો ના પડી
હૈયામાં છબી આવીને જે વસી, નજર ના એને નજરમાં તો લાવી શકી
ગોત્યું બુદ્ધિએ સ્થાન તો જ્યાં એનું, મનડું તો ના એને સ્વીકારી શકી
ચિત્તે તો જેની આશા રાખી, મનડું ના એમાં એને સાથ દઈ શકી
ભાવે જ્યાં ભૂમિકા તો જે ઊભી કરી, ના બુદ્ધિ એમાં જોડાઈ શકી
હૈયાએ તો જ્યાં મૂર્તિ સ્વીકારી લીધી, લાલચ ના એને એમાં રોકી શકી
પ્રેમમાં જ્યાં બુદ્ધિ ગઈ ઓગળી, મારગ મોકળો એનો તો કરી શકી
ભાવમાં ધારા તો જ્યાં પ્રેમની વહી, નજરમાં તો મૂર્તિ ઊભી કરી શકી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)