નહીં, નહીં રે નહીં, નહીં રે નહીં, નહીં રે નહીં, નહીં રે નહીં
બની ગયું છે ધ્રુવ વાક્ય જીવનમાં મારું આ, સમજવા વિના કહી દઉં છું જીવનમાં હું
કરું સમજવાનો ડોળ ભલે ઘણો જીવનમાં, લાગે જ્યાં પકડાઈ જઈશ એમાં, કહી દઉં
નહીં નહીંમાં ગુમાવ્યું મેં ઘણું ઘણું, છોડી ના શક્યો આદત હું એ તો કહેવાની
ચાહું છું કરવા ઘણું ઘણું, અટકાવી રહ્યો છે અહં મારું, કહેતો રહ્યો એમાં તો હું
ધસી ગયો જીવનમાં હું એવા ધસારામાં, અટકી ના શક્યો એમાં હું, કહેતો રહ્યો એમાં તો હું
પડાવા હા ને હા, કરી કોશિશો ઘણાએ ઘણી ઘણી, મચક એમાં મેં દીધી નહીં કહેતો રહ્યો હું
ચલાવવાની હતી બુદ્ધિ જીવનમાં જ્યાં, પાડી હડતાલ બુદ્ધિએ ત્યાં બુદ્ધિ મારી ચાલી નહીં
ચાહતો હતો આવશે પ્રભુ મને મળવાને ક્યારે,આવ્યા ક્યારે, ક્યારે નહીં, ખબર એની પડી નહીં
પૂછયું પ્રભુને તમે કેમ આવ્યા નહીં, કહ્યું પ્રભુએ, આવ્યો હતો એ જોવાની ફુરસદ હતી નહીં
નહીં, નહીંની આદતમાંથી બહાર હું આવ્યો નહીં, હાલત જીવનમાં મારી એમાં સુધરી નહીં
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)