છે જગમાં તો સહુ, વૃત્તિના ખિલોના, છે ઘર-ઘર તો માટીના ચૂલા
કોઈ અણઘડ, કોઈ ભણેલા, કોઈ ને કોઈ ઓપ તો છે ચડેલા
લાગે તો સહુને, રમે ખિલોનાથી, ખિલોના તો ખુદને રમાડી ગયા
શું નાના કે મોટા, શું નર કે નારી, રહ્યાં એમાં તો સહુ રમતાં
જનમથી તો રહ્યા એનાથી રમતાં, અંત સુધી ના એમાંથી છૂટ્યા
ખિલોના, ખિલોનાએ નામ દીધાં જુદાં, છે ઘર-ઘર તો માટીના ચૂલા
ખિલોનાથી રહ્યા સહુ રમતા, કોણ કોને રમાડે, ના એ સમજ્યા
તન્મય એમાં એવા થાતા, ક્યાં ને ક્યાં રહ્યા એમાં ઘસડાતા
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)