છે ધૂળ ને જાળાં તો જે મળ્યાં, છે તારી આળસના એ જીવતા પુરાવા
ના ઇનકાર તો તારા, કે બહાનાં તો તારાં, નથી એની સામે એ ટકવાનાં
થર તો મેલના, રહ્યા છે જ્યાં ચડતા, અટકાવી રહ્યા દર્શન તને તો તારાં
કરી ના કોશિશ એને સાફ કરવા, રહ્યો વંચિત દર્શનથી તો તારાં
કંડારી ના રાહ પોતાની, અનુભવીની રાહે ના ચાલી, કાઢ્યા શા ફાયદા
મૂંઝારે-મૂંઝારે મૂંઝાતો રહી, થાતા રહ્યા ઊભા જીવનમાં તો ગોટાળા
રહીસહી હિંમત જાશે તૂટી, મળી નથી કાંઈ એ તો મળવાના
દહાડા વીતશે, સમય વીતશે, ના ફરી પાછા મળ્યા, મળવાના
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)