ખટખટાવ તું તારા હૈયાનાં દ્વાર, પ્રાણપતિ તારો ત્યાં તો સૂતો છે
સૂતો હોય તો હવે એને જગાડ, પ્રાણપતિ તારો ત્યાં તો સૂતો છે
જાગીને આવશે ખોલવા એ તો દ્વાર, પ્રાણપતિ તારો ત્યાં તો સૂતો છે
મોહ, નિદ્રામાંથી હવે એને જગાડ, પ્રાણપતિ તારો ત્યાં તો સૂતો છે
પાડ હવે હૈયે એને તારી ઓળખાણ, પ્રાણપતિ તારો ત્યાં તો સૂતો છે
અપાવ એને જનમોજનમની તો યાદ, પ્રાણપતિ તારો ત્યાં તો સૂતો છે
કહે હવે એને આવ્યો છે તું શું કામ, પ્રાણપતિ તારો ત્યાં તો સૂતો છે
ખ્યાલો બાંધે ખોટા, ખ્યાલ ખોટા કઢાવ, પ્રાણપતિ તારો ત્યાં તો સૂતો છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)