થાશે પાંદડું ઝાડનું તો જ્યાં સૂકું, એક દિન એ તો ખરી રે જાશે
પાકશે તો ફળ ઝાડ પરનું, એક દિન એ તો પડી રે જાશે
થાશે પૂરી અવધિ જેની રે જગમાં, જગ એ તો છોડીને રે જાશે
કર્યા ના કર્યાના હિસાબ એના મનમાં, અફસોસ તો જાગી રે જાશે
ફળ પાપ ને પુણ્યનાં ભી તો, સમય-સમય પર તો મળતાં રે જાશે
સુખદુઃખની અવધિ થાતાં પૂરી, એ ભી તો બદલાઈ રે જાશે
બાળક બની જુવાન, ભોગવી ઘડપણ, દેહ તો ત્યજી રે જાશે
કોઈના સમય છે લાંબા, કોઈના ટૂંકા, ના બદલી એમાં થઈ રે જાશે
વહેતી ધારા તો વહેતી-વહેતી, આખર સમુદ્રને તો મળી રે જાશે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)