રાખજે સદા તારા પ્રભુને, ધ્યાનમાં તો તું તારા
રહેજે સાથમાં સદા એના રે તું
આવે સાથે ધ્યાનમાં જો બીજા, ધીરે-ધીરે હટાવજે એને રે તું
કરજે યાદ સદા ગુણને રે એના, જાજે બની લીન એમાં રે તું
પળપળ વિયોગ રે એના, વહાવશે આંખમાંથી તારા રે આંસુ
ભાવેભાવનાં ઊછળશે મોજાં, મોજે-મોજે અનુભવજે સાંનિધ્ય એનું
માયા જો જાગે તારા હૈયામાં, જોજે માયામાં ભી એને રે તું
જોવા અસ્તિત્વ રે એનું, જાજે રે ભૂલી અસ્તિત્વ તો તારું
કરે જે એ, કરવા એને દેજે, પ્રેમથી જોતો રહેજે રે તું આ બધું
આવી ઊભશે એ તો સામે, કહેશે એક વાર તો, હવે હું શું કરું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)