નથી-નથી જેવું કાંઈ નથી, નથી ત્યાં ભી તો પ્રભુનો વાસ છે
છે તું, તો તારું જગ છે, તારા અસ્તિત્વ વિના અનુભવ એનો નથી
છે અસ્તિત્વ ચિત્તનું, મનનું શ્રદ્ધા તણું, ભલે એ દેખાતા નથી
વૃત્તિના ચકરાવા તો બુદ્ધિ ઊભી કરે ને દૂર કરે, તોય દેખાતી નથી
ઊઠે પરપોટા ભલે જળમહીં, જળ વિના તો એ બીજું કાંઈ નથી
વ્યાપ્યું છે વિશ્વ બધું કર્તામહીં, કર્તા વિના તો બીજું કાંઈ નથી
જાગે ભી ભાવો, શમી તો જાયે, ભાવેભાવમાં, એના વિના બીજું કાંઈ નથી
પહોંચશે કોણ ક્યારે કોની રે પાસે, એ ભી તો સમજાતું નથી
છે અસ્તિત્વ ભી તારું પ્રભુ થકી, પ્રભુ વિના બીજું તો કાંઈ નથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)