હોય હૈયું ભલે તો આપણું, સ્થાન એમાં તો સદા બીજાનું છે
હૈયાહીન નથી તું રે માડી, તારા હૈયામાં સ્થાન તો અમારું છે
કરીએ વાત ભલે રે આપણે, સાંભળવાના એ તો બીજા છે
વાત કરું છું તારી પાસે રે માડી, એ તો તું હવે સાંભળી લેજે
ફેરવીએ નજર તો જ્યાં, જગ ત્યાં તો આપણને દેખાય છે
નજર ફેરવજે બધે તું રે માડી, તારી નજરમાં મને જોઈ લેજે
કરીએ યાદ જેની, યાદ હૈયામાં તો એની જાગી જાય છે
કરજે યાદ તું મને રે માડી, યાદ મારી તારા હૈયામાં જાગી જાશે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)