થયા ના હતા બંધ તો પ્રવેશતાં જગમાં, તો જગના દ્વાર
રહેશે ના બંધ, જાતા તો જગમાંથી રે, જગના તો દ્વાર
કંઈક આવ્યા ને કંઈક ગયા, રહ્યાં છે ખુલ્લા સહુ કાજે તો દ્વાર
વાસ રહ્યો જગમાં તો સહુનો, કર્યો નિયતિએ જે નિર્ધાર
સહુ સાથે તો લાવ્યું એટલું, દીધું જેટલું ભાગ્યે પાપ-પુણ્યનો ભાર
સમય-સમય પર રહ્યા સહુ મળતા, એકબીજાને ચૂકવવા ઋણતણો ભાર
મળી કોઈકને ગરીબી, કોઈકને સાહેબી, આવ્યા લખાવી જે વાર
ઈર્ષ્યા-ક્રોધ હૈયે તોય જાગે, રહે ચડતા પાછા કર્મતણા ભાર
વધાર્યા એ તો વધતા જાયે, ના આવે જલદી તો એનો પાર
ખાલી કર્મથી થાતા રહેજો, સોંપી પ્રભુચરણે કર્મતણો ભાર
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)