ઊભો હશે તું જ્યાં, અંતર અન્યનું ને તારું, ગણાશે તો ત્યાંથી
આગળ-પાછળ, ડાબી કે જમણી, ગણાશે ઊભો હશે તું તો ત્યાંથી
દિશાનું ભી તો મળશે સૂચન, હશે મુખ તારું તો જે દિશામાંથી
કાં સ્થિર ચીજનું લેજે અવલંબન, ગણજે તું બધું એના પરથી
હશે એક છેડો તો તુજમાં, પડશે દૂર તો ગોતવો બીજો કેટલો તારાથી
હશે તું ફરતો, છેડો સામેનો ફરતો, ગણાશે અંતર સાચું તેનું ક્યાંથી
જાણીને અંતર, કર્યા વિના યત્નો, કપાશે વચ્ચેનું અંતર તો ક્યાંથી
ગતિ હશે પાસે, દિશા હશે સાચી, અંતર કપાશે ત્યાં તો જલદીથી
લેજે જાણીને અંતર તારી ને પ્રભુ વચ્ચેનું, શરૂ કરી દે કાપવું આજથી
એક દિવસ તો જાશે કપાઈ અંતર એનું, થાશે મેળાપ તો એનાથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)