હર હાલતમાં, હર સંજોગમાં, રાખ્યાં ખુલ્લાં તેં તો કરુણાનાં દ્વાર
રે માડી, તને કરુણાસાગર વિના બીજું તો શું કહીએ, શું કહીએ
કરીએ ભૂલો અમે જીવનમાં અપાર, ક્ષમા કરી તેં તો વારંવાર
રે માડી, તને ક્ષમાસાગર વિના બીજું તો શું કહીએ, શું કહીએ
લાયકાત ના જોઈ મારી તેં કદી, તારી દયામાં દીધો નવરાવી પારાવાર
રે માડી, તને દયાસાગર વિના બીજું તો શું કહીએ, શું કહીએ
પ્રેમ તો મળ્યા જગમાં, ના આવે એ તો, તારા પ્રેમની સમાન
રે માડી, તને પ્રેમસાગર વિના બીજું તો શું કહીએ, શું કહીએ
જ્ઞાન સદા તું સમજાવે, અજ્ઞાન તિમિર તો તું હટાવે
રે માડી, તને જ્ઞાનસાગર વિના બીજું તો શું કહીએ, શું કહીએ
જાણ્યે-અજાણ્યે નવરાવી રહી જગને, તો તું કૃપામાં સદાય
રે માડી, તને કૃપાસાગર વિના બીજું તો શું કહીએ, શું કહીએ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)