છે પ્રભુપંથી તો મને રે પ્યારા, એક દિન તો પ્રભુમાં મળવાના
કર્મો તો રહે એ જગમાં કરતા, મનડાં એનાં પ્રભુમય રહેતાં
દિનચર્યામાં ભલે મસ્ત એ રહેતા, હૈયાં એના પ્રભુમાં રહે ધબકતાં
એની દૃષ્ટિમાં મેલ તો ના દેખાતા, સુખદુઃખમાં તો સદા એ સમ રહેતા
લોભે ના ચલિત થાતા, હસતા-હસતા દુઃખડાં રહે એ તો સહેતા
પુણ્યની ના એ ખેવના કરતા, પ્રભુને તો એ સહુમાં નીરખતા
પરદુઃખે તો એ દ્રવી રે જાતા, હર હાલતમાં એ હસતા-હસતા રહેતા
હૈયાં એનાં તો પ્રભુમય તો કરતા, એની દૃષ્ટિમાં સદા પ્રભુ તો રહેતા
અપેક્ષા ના કાંઈ એ તો કરતા, પ્રભુમસ્તીમાં મસ્ત સદા એ તો રહેતા
એની દૃષ્ટિમાં અમીઝરણાં ઝરતાં, એને પગલે-પગલે પુણ્ય વેરાતાં
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)