રે ખનકતી ખોડલીના, તેજતણો નથી કોઈ પાર
ધર્યું છે હાથમાં તો જગ કાજે, એણે ત્રિશૂળ અણીદાર
રહ્યા ખોડલા, પાળવા શબ્દ બેનીનો, છે એ શબ્દોના પાળનાર
કરી ધારણ કાળી કામળી એણે, ધર્યો જગ તણો અંધકાર
જગ કાજે અવતર્યા એ તો, સમજે છે આ તો સમજદાર
તાંતણિયે ઘરે વાસ તો એણે કીધો, થયા મગર પર સવાર
જોઈ ના રાહ એણે કદી, આવ્યા દોડી, સાંભળી સાચી પોકાર
છે શક્તિસ્વરૂપ એ તો, છે શક્તિ તો એમાં અપાર
દીધા પરચા અનેક, રહ્યા છે દેતા, ગણતા આવે ન એનો પાર
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)