ખારા પાણીની તો ખેતી કરી, ખારાશ વિના નીપજ એની ના મળી
રસકસ ત્યાં તો ગયો રે હટી, ખારાશ તો ઉપર આવીને તરી
વાવી કાંટો, રાખી આશા ફૂલની, વાવેલ કાંટાની અણી ભોંકાતી રહી
કડવાશ ઊગી, નીંદામણ ના કરી, કડવાશ તો છવાતી રહી
નિત્ય અપમાનની તો ખેતી કરી, અપમાન વિના ઊપજ ના મળી
ક્રોધનાં બીની વાવણી કરી, ક્રોધની ધારા ત્યાં તો રહી ફૂટી
શંકાનાં બીજનું વાવેતર કર્યું, શંકાની ઝાડી થઈ ગઈ ત્યાં ઊભી
વેરના રોપા ગયા જ્યાં વાવતા, વેરની લણણી તો કરાવવી પડી
સમજ્યા વિના તો ખેતી કરી, વણજોઈતો પાક તો થયો ઊભો
અજાણતાં પણ વાવ્યું બીજ જેવું, પાક એનો તો ગયો મળી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)