આવ્યા જગમાં, હતા ના કોઈ તમારા, રહેતા બન્યા કોઈ દુશ્મન, કોઈ મિત્ર તમારા
વાયદા મળ્યા જીવનસફરે રહેવા સાથમાં, અધવચ્ચે રાહ તો રહ્યા છૂટતા
સફર તો રહી ચાલુ, મળતા ગયા નવા, જૂના કંઈક તો છૂટતા ગયા
જીવનમાં એકલતાના અહેસાસ મળ્યા, અનુભવ એના થાતા ગયા
જાગી ગયા વિચાર, કંઈક વાર પ્રભુના, તૂટતા ગયા ને આવતા રહ્યા
સ્થિર ના રહ્યા, હતા એ તો તમારા, એ પણ તો તૂટતા ને છૂટતા રહ્યા
તું પણ રહ્યો નથી જ્યાં પ્રભુનો, રહેશે બીજા ક્યાંથી તો તારા
કર વિચાર મન-બુદ્ધિથી તું તારા, બની જાશે સકળ જગમાં સહુ તારા
રહી તો તુજમાં, રોકી રહ્યા છે એ તો ઉન્નતિનાં દ્વાર તો તારાં
હટાવી, માંડજે કદમ તું એવાં, મળે કદમે-કદમે દર્શન પ્રભુનાં
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)