છે કોણ તું, આવ્યો તું ક્યાંથી, છે કર્તવ્ય જીવનમાં તો શું તારું
એક વાર તો વિચાર, આ તો હૈયામાં પુગી તો જવાનો
દેખાય છે, છે એ શું સાચું, કે દેખાતું નથી જે, રહસ્ય એમાં છે છુપાયું
બજાવ્યાં કર્મો તો સમજદારીથી, તોય મુસીબતોના પડ્યા કરવા સામના
સુખની શોધ તો ચાલુ રહી, દુઃખની તો મળતી રહી જલદી લહાણી
ગણ્યા ને માન્યા પોતાના, બની ગયા કેમ એ તો પરાયા
સાકારે તો જે દર્શન દે છે, છે શું એ ભી તો નિરાકાર
તનથી તો જગમાં બધે પહોંચે, ના પહોંચે એ તો પ્રભુની પાસ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)