આ તો મેં કર્યું, આ મારા થકી થયું, અવનિ પર આ તો બહુ સંભળાય છે
`હું' પદના હુંકારા એમાં તો વરતાઈ જાય છે
અપમાન તો મારું થયું, અવગણના મારી થઈ, એમ તો બોલાય છે
હું તો બહુ શાંત રહ્યો, ક્રોધને ગળી ખાધો, એમ ઘણું કહેવાઈ જાય છે
મારા જેવી નથી સ્થિતિ કોઈ બીજાની, સરખામણી આમ થઈ જાય છે
પરિસ્થિતિ જોઈ, હૈયું મારું દ્રવી ગયું, જાહેરાત એની તો થાય છે
દયા વિના હવે ના રસ્તો બીજો, દયાનાં તો બણગાં ફૂંકાઈ જાય છે
હિંમતથી તો મેં સામનો કીધો, બીજો તો ત્યાં તો ભાગી જાય છે
મારા વિના ના કરી શકે એ તો કાંઈ, પૂરું એનું તો હું કરતો જાઉં છું
કરી ભક્તિ મેં તો ઘણી, પ્રભુને દર્શન દેવાની ફુરસદ હજી ના મળી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)