વહેલા કે મોડા તમે આવશો કે બોલાવશો તમારી પાસ
મૂંઝાવ છો શાને, શાને મૂંઝાવ છો તમે મારી માત
રહ્યા ભલે તમે પડદામાં, હવે પડદો હટાવો મારી માત
ગણ્યાં છે મેં તો તમને રે મારાં, મને ગણજો તમારો રે માત
તું ક્યાં છે એ તો હું ન જાણું, હું ક્યાં છું તે તો તું જાણે છે માત
આહવાન તારું હૈયામાં કરું છું, પ્રેમે વિરાજો તમે ત્યાં તો માત
જગ તો છે મોટું, હું તો છું નાનો, ક્યાં ગોતું તને રે માત
ગોતી-ગોતી થાકી ગયો છું, ક્યાં છુપાઈ રહ્યાં છો તમે તો માત
વિયોગ કેમ ને ક્યારે પડ્યો છે, ના જાણું હું એ તો માત
હવે તો વિયોગ હટાવો, છે એ તો હવે તો તારે હાથ
સુખ ભી ભૂલ્યો, દુઃખ ભી ભૂલ્યો, ભૂલ્યો છું હું તો મારી જાત
આહવાન કરું છું તારું તો હૈયામાં, પ્રેમે વિરાજો તમે ત્યાં માત
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)