એક જ તત્ત્વને, અનેક વખત અનેક રીતે તો સમજ્યા
સમજ્યા ના જ્યાં એકતત્ત્વ એનું, તો કાંઈ ના સમજ્યા
કરે ઊભી જો મૂંઝવણ એ તો, દિશા ક્યાંક તો ભૂલ્યા
રૂંધી નાખશે પ્રગતિ એ તો, દોર મૂંઝવણના જો ના તૂટ્યા
ઊતર્યું ના જે સમજમાં, અંધારાં દૂર એનાં જો ના કર્યાં
રહેશે વીંટળાતા ને વીંટળાતા એ તો, કરશે દ્વાર બંધ પ્રકાશના
માન્યતા રહે ભલે જુદી રે તારી, તત્ત્વમાં ફરક નથી પડવાનો
સાચી સમજ જાગ્યા વિના, ગોથાં તારાં નથી રે અટકવાનાં
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)