દુઃખિયાઓને તો ગળે લગાડજે, દુઃખોને તો ગળે લગાડવાં નથી
ઝેર દૂર કરવાની તો જરૂર છે, પીવાની તો કાંઈ જરૂર નથી
ખાડામાંથી બહાર કાઢવા અન્યને, ખાડો ખોદવાની જરૂર નથી
ડૂબતાને તો જળમાંથી તારવા, ખુદે કાંઈ ડૂબવાની જરૂર નથી
સમજ્યા સમજ ના હોયે જરાપણ, ડોળ કરવાની કોઈ જરૂર નથી
રોગીઓના ઇલાજ કરવાને, વૈદે દવા લેવાની તો જરૂર નથી
ગાંડાનું ગાંડપણ દૂર કરવાને, ગાંડા થવાની તો જરૂર નથી
અંધાપાના દુઃખને સમજવા, આંધળા બનવાની તો કોઈ જરૂર નથી
પોતે મહાન બનવાને જગમાં, અન્યને નાના બનાવવાની જરૂર નથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)