માડી તારા દીવડા ઝગમગ થાય, પ્રકાશ એનો ઘેર-ઘેર પથરાય
નોરતાંની રાતમાં, તારી શક્તિના દીવડા, વિશેષ વરતાય
કરે હૈયાનાં દ્વાર બંધ જે એના, પ્રકાશ વિના એ તો રહી જાય
યુગો-યુગોથી તો દે છે પ્રકાશ એ તો, પ્રકાશી રહ્યા એ તો સદાય
તેલ ભી છે તારું, પ્રકાશ ભી તારો, એ તો નવા-નવા તોય દેખાય
બુઝાયે અહીં, પ્રગટે બીજે, ચાલુ ને ચાલુ એ તો રહેતા જાય
દીવડે-દીવડે પ્રકાશ તો છે સરખો, ના વધુ ઓછો તો ક્યાંય
છે એ તો સરખો, ક્યાંય દેખાય ઓછો, જાળ એના પર જ્યાં નખાય
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)