એક બાળ તમારો રે પ્રભુ, રાહ જોઈને એ તો બેઠો છે (2)
દર્શનની આશ હૈયે ધરીને, આજ એ તો બેઠો છે
જાણતો નથી એ પાઠ કે પૂજા, તારા ભાવ હૈયે ધરીને બેઠો છે
જ્ઞાન નથી કાંઈ એની પાસે, જ્ઞાન લેવા એ તો બેઠો છે
સમજતો નથી જગમાં એ તો કાંઈ, તારી સમજણ લેવા બેઠો છે
ખબર નથી એને તો ખુદની, તારી ખબર લેવા તો બેઠો છે
સાંભળ્યું છે, છે તું પાસે ને પાસે, નજર સામે રાખી એ બેઠો છે
લેપ ચડ્યા છે હૈયે તો ઘણા, નિર્લેપ થવા એ તો બેઠો છે
અશાંત હૈયું એનું તો ઘણું, શાંતિ પામવા એ તો બેઠો છે
નજરમાંથી જરને કાઢીને, તારી નજર પામવા એ તો બેઠો છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)