હુંકારમાં ને નકારમાં, રહ્યો મૂંઝાતો સદા હું તો જીવનમાં
હું હા કહું, કે ના કહું, રહ્યો મૂંઝાતો એમાં હું તો જીવનમાં
બંનેમાં હતો કાની તો સાથે ને સાથે, સ્વીકારું હું કોને, નકારું હું કોને
હા ને જ્યાં હું નકારું, ના ને ના અવગણી શકું, છે કાનો બંનેમાં
કરી નથી શક્તો અવગણના હું કાનાની, કેમ કરી હું હા કે ના કહી શકું
કદી સંજોગો લઈ ગયા મને હા તરફ, કદી ના તરફ, રહ્યો મૂંઝવતો મને એમાં
મૂંઝાયો જ્યાં હું એમાં, ફેરવી નજર મેં કાના તરફ, હસીને સમજાવી રહ્યો જોઈલે મને
હું ની સાથે પણ ઊભો છું હું, ને ના ની સાથે પણ ઊભો રહ્યો છું હું ને હું
જોઈને મને આવો, નથી સમજી શક્યો હજી શું એમાં મને તો તું
જેની સાથે જઈને ઊભો રહું હું, દઉં છું સ્વરૂપ બદલી એનું, મૂંઝાયો શાને એમાં તું
ખ્યાલ નથી શું નટખટપણાનો તને મારો, રહ્યો નથી હું ખટપટ વિનાનો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)