|
Hymn No. 2414 | Date: 12-Apr-1990
છોડ્યા કોઈએ રાજપાટ, પકડી તો કોઈએ વનની વાટ
Chodia Koi Eh Raaj Paat, Pakdi Toh Koi Eh Vann Ni Vaat
મન, દિલ, ભાવ, વિચાર, યાદ
(Mind, Heart, Feelings, Thoughts, Remembrance)
1990-04-12
1990-04-12
1990-04-12
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=14903
છોડ્યા કોઈએ રાજપાટ, પકડી તો કોઈએ વનની વાટ
છોડ્યા કોઈએ રાજપાટ, પકડી તો કોઈએ વનની વાટ
તારા દર્શનિયાની કાજે રે પ્રભુ, તારા દર્શનિયાની કાજે
તજ્યા કોઈએ ધન-ભંડાર, તજ્યા કોઈએ તો સંસાર - તારા...
ધરાવે કોઈ ફળ-ફૂલ-પાન, ધરે કોઈ તો તારું ધ્યાન - તારા...
ભૂલ્યા કોઈ તો વેર ને માન, ભૂલ્યા કોઈ તો અભિમાન - તારા...
રટે કોઈ તો જપ ને નામ, ફર્યા કોઈ તો તીરથધામ - તારા...
કરે કોઈ તપ ને ઉપવાસ, રાખે કોઈ તુજમાં વિશ્વાસ - તારા...
ધરાવે કોઈ તો શણગાર, ચડાવે કોઈ ફૂલહાર - તારા...
કોઈ તો જુએ તારી રાહ, કરે કોઈ તારી વાહ-વાહ - તારા...
માગે સહુ તારી દયાનાં દાન, વહાલા મારા ગુણનિધાન - તારા...
Satguru Sri Devendra Ghia (Kaka)
|
|
View Original |

સદ્દગુરુ શ્રી દેવેન્દ્ર ઘીયા (કાકા)
chōḍyā kōīē rājapāṭa, pakaḍī tō kōīē vananī vāṭa
tārā darśaniyānī kājē rē prabhu, tārā darśaniyānī kājē
tajyā kōīē dhana-bhaṁḍāra, tajyā kōīē tō saṁsāra - tārā...
dharāvē kōī phala-phūla-pāna, dharē kōī tō tāruṁ dhyāna - tārā...
bhūlyā kōī tō vēra nē māna, bhūlyā kōī tō abhimāna - tārā...
raṭē kōī tō japa nē nāma, pharyā kōī tō tīrathadhāma - tārā...
karē kōī tapa nē upavāsa, rākhē kōī tujamāṁ viśvāsa - tārā...
dharāvē kōī tō śaṇagāra, caḍāvē kōī phūlahāra - tārā...
kōī tō juē tārī rāha, karē kōī tārī vāha-vāha - tārā...
māgē sahu tārī dayānāṁ dāna, vahālā mārā guṇanidhāna - tārā...
|