બોલો જય-જય નેમિનાથ, બોલો જય-જય પાર્શ્વનાથ
છો તમે તો અમારા પ્રભુ, છીએ અમે તમારા તો દાસ - બોલો..
છો તમે તો સર્વજ્ઞાતા, છીએ અમે તો અજ્ઞાની - બોલો...
છો મોહથી મુક્ત તમે, છીએ અમે મોહમાં રાચનારા બાળ - બોલો...
છીએ વેરઝેરથી ભરેલા અમે, છો તમે તો અહિંસાના અવતાર - બોલો...
છો આનંદસાગર તમે, છીએ રહેતા અમે જીવનમાં ઉદાસ - બોલો...
છીએ અમે સંસારમાં ડૂબેલા, છો તમે તો તારણહાર - બોલો...
છો તમે તો પારસમણિ, છીએ અમે તો કથીર સમાન - બોલો...
છો તમે તો અમૃતના સાગર, છીએ અમે અમૃત ઝંખતા બાળ - બોલો...
છીએ અમે બંધનોથી બંધાયેલા, છો તમે તો મુક્તિના અવતાર - બોલો...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)