છે સંસારચક્ર આ તો કેવું, છે સંસારચક્ર આ તો કેવું
કદી હસાવે, કદી રડાવે, કાયમ ના કાંઈ એ તો રહેતું
કદી અમીરી, કદી ગરીબી, અનુભવ નિતનવા એ તો દેતું
કદી કરે સુખી, કદી બનાવે દુઃખી, ચડઊતર એની તો એ કરતું
કદી કરે મિત્ર, કદી શત્રુ, ઘટમાળ અનોખી એ તો રચતું
કદી લાવે પાસે, કદી દૂર, ના કોઈ એ તો કહી શકતું
કોણ આવ્યું ક્યાં, જાશે જગમાંથી ક્યારે, ના ખુદ એ કહી શકતું
કદી લાગે જે નિઃસ્પૃહી, બને ક્યારે રાગી, ખુદ ના એ કહી શકતું
કદી લાગે જે વામણો, બનશે એ મહાન, ના ભવિષ્ય ભાખી શકાતું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)