દીનદુઃખિયા પાસે તો આવે છે હરિ, દોડી તું તો હેતથી રે
રાખે છે સંભાળ એની, ત્યારે તો તું ખૂબ પ્રેમથી રે
માને તને તો પ્રભુ જ્યાં એના, મનને પૂરા પ્રેમથી રે - રાખે છે...
કરે છે દૂર ભરમ દૃષ્ટિના, વસાવે તને તેં જ્યાં દૃષ્ટિમાં હેતથી રે - રાખે છે...
નાચે છે જગ તો જ્યાં તારા ઇશારે, નચાવે ભાગ્ય પૂરા પ્રેમથી રે - રાખે છે...
ચૂક્યા કે કરે ભૂલો, જાગતા પશ્ચાત્તાપ, આપે ક્ષમા પૂરા દિલથી રે - રાખે છે...
રાચે જ્યાં અહંમાં, ડૂબે જ્યાં માયામાં, તારે તું તો પૂરા જોરથી રે - રાખે છે...
શરણે આવે જ્યાં તારા પૂરા ભાવથી, લગાવે હૈયે એને પૂરા ભાવથી રે - રાખે છે...
દઈ ના શકે ભાગ્ય કે અન્ય કોઈ જે, દઈ દે તું તો તારી કૃપાથી રે - રાખે છે...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)