એક વાતે છે માનવ પ્રભુથી તો મોટો (2)
એક નામે તો માનવ ઓળખાયે, એક નામે તો પ્રભુ નથી પૂજાતો
માનવ તડીપાર કરે માનવને, પ્રભુ તડીપાર નથી કરી શકતો
માનવ હદ બાંધે પોતાની, પ્રભુ હદ બાંધી નથી શકતો
માનવ જઈ શકે રે બીજે, પ્રભુ તો ક્યાંય હટી નથી શકતો
માનવ સંતાન તો બની શકે, પ્રભુ સંતાન તો નથી બની શકતો
માનવ વેર બાંધે માનવથી, પ્રભુ વેર તો બાંધી નથી શકતો
માયા તો બાંધે માનવને, પ્રભુ માયાથી બંધાઈ નથી શકતો
માનવ તો વિકારોમાં રાચે, પ્રભુ વિકારોમાં રાચી નથી શકતો
માનવ તો પ્રભુની ભક્તિ કરી શકે, પ્રભુ પ્રભુની ભક્તિ નથી કરી શકતો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)