અલગતાનો અંચળો રે વિભુ, શાને તેં ઓઢી લીધો (2)
કર્યો વિચાર તો તેં અમારો રે વિભુ, અંચળો શાને તેં ઓઢી લીધો
કરી અમારી ભૂલો પર, આંખમીંચામણાં રે વિભુ, અંચળો શાને તેં ઓઢી લીધો
નિરાશામાં ઓઢીએ અમે, શું નિરાશ તું થઈ ગયો રે વિભુ, અંચળો શાને તેં ઓઢી લીધો
સર્વસત્તાધીશ છે તું, ઉપયોગ સત્તાનો ના કીધો રે વિભુ, અંચળો શાને તેં ઓઢી લીધો
છીએ અમે તો તારા, શું અમને ભૂલી રે ગયો રે વિભુ, અંચળો શાને તેં ઓઢી લીધો
કહેવાયો દયાનો સાગર, કરતા દયા ખચકાઈ ગયો રે વિભુ, અંચળો શાને તેં ઓઢી લીધો
જોશું જો તને, પહોંચશું તારી પાસે, શું ભૂલી ગયો રે પ્રભુ, અંચળો શાને તેં ઓઢી લીધો
આવ્યા ભક્તો જ્યારે, ખુલ્લા દિલે દોડી ગયો રે પ્રભુ, અંચળો શાને તેં ઓઢી લીધો
રાખી મને તો બાકી, ભેદભાવ આવો કેમ કીધો રે પ્રભુ, અંચળો શાને તેં ઓઢી લીધો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)