લઈ અધકચરા મન, હૈયાના સાથ વિના ક્યાં પહોંચાશે
અધકચરી હિંમત તો તારી, અધવચ્ચે અટકાવી જાશે
મેળવી અધકચરું જ્ઞાન, ના તને એ આગળ વધવા દેશે
સમજદારીમાં જ્યાં શંકા જાગશે, પ્રગતિ તારી એ રૂંધી જાશે
ખોટાં અહં ને અભિમાન તો તારાં, સદા એ તો ડુબાડી જાશે
છે જીવન અમૃત જેટલું પાસે તારી, જીવન એટલું તો જીવાશે
મેળવીશ નહીં જીવનમાં અમૃત સાચું, જીવન નરક બનતું જાશે
ઈર્ષ્યા ને વેરમાં જો ડૂબતો જાશે, જીવન ત્યાં વેડફાતું જાશે
શ્રદ્ધા વિનાની નાવ તો તારી, કિનારે તો ના પહોંચી જાશે
ભાવ પ્રભુના ના જો હૈયે જાગશે, પ્રભુ દૂરના દૂર રહી જાશે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)