છે સાચામાં સાચો વાદ તો જગમાં, એ તો આશીર્વાદ છે
છે સાચામાં સાચી કોશિશ જગમાં, એ તો આશિષ છે
પામવા દયા જગમાં પ્રભુની, યાદ પ્રભુને તો દિલથી કરો
ખુદની કરતા કથા માનવી જગમાં, થાક અનુભવતો નથી
મન સહિતનું અર્પણ, એ જ તો સાચું સમર્પણ છે
મનને સાચી રીતે દબાવી દેવું, એ તો સાચું દમન છે
મનને પણ નમ્રતામાં લીન બનાવવું, એ સાચું નમન છે
ભાવ હસ્તી જે-જે ચીજમાં જાય ધરી, એ તો એનો અભાવ છે
મનના પતનની દિશા ઊલટાવવી, એ તો સાચું તપ છે
શબ્દને ઊલટાવતા, નીકળતો જીવનનો આ સાચો સાર છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)